ગુજરાતમાં એસટી બસ સેવા શરૂ થઈ : ક્યાં ક્યાં જવા મળશે બસમાં

નેશનલ ન્યૂઝ  Publish Date : 20 May, 2020 03:12 AM

01

રાજકોટમાં આજથી એસટી બસ સેવાનો પ્રારંભ

 

59 દિવસ બાદ એસટી બસ સેવા શરૂ થઈ

હાલ જિલ્લાના અંદર જ દોડતી થઈ છે બસ

જિલ્લા બહાર જવા માટે હજુ લાગશે વાર

 

રાજકોટ સહિત રાજ્યભરની એસટી બસ સેવા શરૂ થઈ ચૂકી છે.. એસટી બસ સેવા હાલ પૂરતી જિલ્લા ની અંદર જ શરૂ કરવામાં આવી છે.. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ખાતે રાજકોટ જિલ્લાની અંદર ના તાલુકા સેન્ટર ખાતે જ બસ દોડવાનું શરૂ કર્યું છે.. બસ ની અંદર માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે..તો બસ કંડકટર સેનિતાઈઝર સાથે મુસાફર ની ટીકીટ નું બુકીંગ કરશે..દરેક મુસાફર ને સેનિતાઈઝર આપ્યા બાદ જ તેને હાથ ચોખ્ખા કરીને બસમાં પ્રવેશ આપવામાં આવશે...રાજકોટમાં આજથી એસટી બસ સેવાનો પ્રારંભ થયો છે.. બસ સેવા હાલ માત્ર જિલ્લા ના ગંતવ્ય સ્થળે જ દોડશે.. જિલ્લાના ધોરાજી.ઉપલેટા..પડધરી..ઢાંક...ગોંડલ... જસદણ સહિતના સ્થળે   બસ દોડવાની શરૂ થઈ છે.. 

જામનગર..જૂનાગઢ....અમરેલી...મોરબી...સુરેન્દ્રનગર... ગીર સોમનાથ ..પોરબંદર... વગેરે સ્થળે જવા માટે મુસાફરોએ રાહ જોવી પડશે.. હાલ તો બસ સેવા કડક નિયમો સાથે શરૂ કરવામાં આવી છે.. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત છે.. તો દરેક બસ માં કનડક્ટર દ્વારરા સેંઇટાઇઝર રાખવામાં આવ્યું છે જે દરેક મુસાફર ને સેનેતાઈઝ કરી ને જ બસ માં પ્રવેશ આપે છે.. 50 ટકા ની કેપિસિટી સાથે બસ સેવાનો પ્રારંભ થયો છે...

 

 

Related News