જંતર મંતર દિલ્લી ખાતે આહીર અર્જુન આંબલીયા ના સમર્થન માં જાણીતા ગૌરક્ષક શૈલેશ મેર દ્વારા જાહેર સમર્થન..
ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો અને સેનામાં આહીર રેજીમેંટ ના નિર્માણ માટે આજે 38 દિવસ થી દિલ્લી જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય સુધી ધરણા પર છે ત્યારે ઘણાં બધાં સંગાઠનો જાહેર સમર્થન કરી રહ્યા છે અને રોજ રોજ આ આંદોલન મજબૂત બનતું જાય છે ત્યારે સુરત ,કામરેજ ખાતે ટિમ દ્વારા માલધારી સેના ના ઉપાધ્યક્ષ અને જાણીતા ગૌરક્ષક શ્રી શૈલેષભાઇ મેર સાથે 17 ફેબ્રુઆરી એ મુલાકાત કરવામાં આવી અને શૈલેષભાઇ મેર દ્વારા આ લડત ને તન,મન,ધન થી સમર્થન કરવા નો વિશ્વાસ આપ્યો છે. ટૂંક સમય માં ગુજરાત ના દરેક જિલ્લા માં એક અવાજે મોટી સંખ્યા માં આવેદનપત્રો આપવામાં આવશે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે