રાજકોટમાં માસ્ક પહેરવા ફરજિયાત કરતું કોર્પોરેશન

નેશનલ ન્યૂઝ  Publish Date : 12 April, 2020 12:17 PM

રાજકોટમાં મહાપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે રાજકોટ માં ફરવા માટે હવે લોકોએ મોઢા ઉપર માસ્ક પહેરવા નું ફરજિયાત કરાયું છે રાજકોટ મહાપાલિકાના કમિશનર ઉદીત અગ્રવાલે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું છે કે સોમવારથી ઘરની બહાર નીકળતા તમામ લોકો માટે મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત છે ઘરની બહાર નીકળતા તમામ લોકોએ માસ્ક પહેરવા પડશે જે વ્યક્તિ માસ પહેર્યા વગર નીકળશે તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે રાજકોટમાં સોમવારથી ફરજિયાત માસનો અમલ શરૂ થઇ જશે પહેલી વખત પકડાયા તો ૧૦૦૦ અને બીજી વખત પકડાયા તો 5000 નો દંડ રાજકોટ મહાપાલિકા વસૂલશે ઉદીત અગ્રવાલે જણાવ્યું કે કપડાનું અથવા તો મેડિકલનો માસ લોકોએ પહેરવો પડશે

Related News