અર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે યુદ્ધ : ચીન-પાકિસ્તાન-તુર્કી કૂદી પડ્યા 

INTERNATIONAL Publish Date : 01 October, 2020 12:51 PM

અર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે યુદ્ધ : ચીન-પાકિસ્તાન-તુર્કી કૂદી પડ્યા 

 

અર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે , બંને દેશો વચ્ચેના યુદ્ધમાં હવે ચીન અને પાકિસ્તાન અને તુર્કી પણ કૂદી પડ્યું છે , ચીન પાછલા બારણે મદદ કરવાની તૈયારી કરી રહ્યું છે તો પાકિસ્તાને તો અઝરબૈઝાન માટે પોતાની સેનાની એક ટુકડીને મોકલી હોવાની વાત સામે આવી છે , તો બીજી તરફ અર્મેનિયા માટે અમેરિકા અને યુરોપના દેશો મદદ કરવા તૈયાર થયા હોવાનું ચર્ચામાં છે, અર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે કેટલાક વિસ્તારને લઈને છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલતો હતો ત્યાંજ યુદ્ધ શરૂ થયું અને હિંસક અથડામણ સાથે આ યુદ્ધ લડાઈ રહયાનું જાણવા મળી રહ્યું છે આ યુદ્ધમાં પાકિસ્તાને પોતાની સેનાના કેટલાક જવાનોને મોકલ્યા છે તો હથિયારો પણ પાકિસ્તાન મોકલી રહયાનું સામે આવ્યું છે જોકે આ સમાચારની સ્પષ્ટ પુષ્ટિ નથી થતી 

Related News