ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું અમદાવાદની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં નિધન થયું છે. એમને કોરોના થયો હોવાથી ઘણા દિવસોથી વેન્ટીલેટર પર હતા.
નરેશ કનોડિયાની વય 77 વર્ષ હતી. હજી ગયા રવિવારે એમના મોટા ભાઈ મહેશ કનોડિયા (83)નું નિધન થયું હતું.
નરેશ કનોડિયાએ 1970ની સાલથી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમને ઘણા એવોર્ડ મળ્યા હતા.