સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાને આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યાં છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મતદાર યાદીને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2015ની યોજાયેલ ચૂંટણી માં 8,87,279 મતદારો નોંધાયા હતા. જ્યારે કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે 10,68,507 મતદારો નોંધાયા છે. આમ છેલ્લા 5 વર્ષમાં રાજકોટ મનપાના શહેરી વિસ્તારમાં બે લાખ મતદારોનો વધારો જોવા મળ્યો છે. રાજકોટ મનપા દ્વારા જે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તે અંતર્ગત વોર્ડ નંબર ત્રણ માં સૌથી વધુ 76941 મતદારો નોંધાયા છે. જ્યારે કે વોર્ડ નંબર 5 માં સૌથી ઓછા 48576 મતદારો નોંધાયા છે. ત્યારે મનપા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ મતદારયાદીમાં પુરૂષ મતદારોની સંખ્યા 5,53,771 જેટલી નોંધાઈ છે. જીકે મહિલા મતદારોની સંખ્યા 5,14,718 જેટલી નોંધાઈ છે. જ્યારે કે અન્ય મતદારોની સંખ્યા 18 જેટલી નોંધાઈ છે. ગત ચૂંટણી કરતા આગામી ચૂંટણીમાં મતદારો ની સંખ્યા વધવા પાછળનું કારણ રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી માનવ વસ્તી તેમજ મહાનગરપાલિકા દ્વારા થોડાક મહિનાઓ પૂર્વે પાંચ જેટલા ગામોને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ આસિસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલે વિગતો આપીને જણાવ્યું હતું