હળવદ ની મહષૅિ ટાઉનશીપમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા ૧.૪૩ લાખની મતાની ચોરી
હળવદ રાણેકપર રોડપર આવેલી મહર્ષિ ટાઉનશીપ સોસાયટીમા બે બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના, અને ૮૦ હજાર રોકડા સહિત ૧.,૪૩ લાખની ચોરી થયાનો બનાવ બન્યો છે જ્યારે બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી પોલીસ એ વધુ તપાસ હાથ ધરી હતી... મોરબી જિલ્લાના હળવદના રાણેકપર રોડપર આવેલી મહર્ષિ ટાઉનશીપ રોડ મોડી રાત્રે તસ્કરો ત્રાટકતાં ચતુરભાઈ મગનભાઈ ચરમારી ના મકાન 80 હજાર રોકડા, સોનાની ચેન,ચાંદીની લકી કંદોરો સહિત 1,43 લાખની ચોરી થઈ છે જ્યારે બાજુમાં સંજયભાઈના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા પરંતુ કોઈ બનાવ બન્યો નહોતો તસ્કરો નિષ્ફળ ગયા હત ચોરીના બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં મકાનમાલિક ચતુરભાઈ મગનભાઈ ચરમારી એ હળવદ પોલીસમાં ફરિયાદ કરેલ આથી જ્યારે તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પી એ દેકાવાડીયા ચલાવી રહ્યા છે પરંતુ નાઈટ પેટ્રોલીંગ જો વધારવામાં આવે તો ચોરીના બનાવો પર અંકુશ લગાવી શકાય તે મહર્ષિ ટાઉનશીપ ના રહીશોએ જણાવ્યું હતુ.