હળવદ તાલુકાના આશાબહેનો પગારવધારાવા મામલે અને ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરી તેમજ કાયમી કરવા માટે હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ને આવેદનપત્ર આપીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં પગાર વધારા નહિ આવે તો તારીખ ૩૧-૧ થી હડતાલ ઉપર અને પોલીસરસી ની કામગીરીમાં અળગા રહેવાની સરાકારને ચીમકી આપી હતી.
આરોગ્ય અને તબીબી સેવાઓ માટે ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં જઈને આશાબેન નો અને ફેસિલિટેટરબહેનો ઘણા સમયથી આરોગ્ય વિભાગમાં ડીલેવરી .કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પો ઓ.મેલેરિયા કોરોના ની કામગીરી તેમજ રોગચાળો ની કામગીરી પણ આશા બહેનો દ્વારા કરવામાં આવે છે તેઓના માસિક પગાર માત્ર ૨૦૦૦ હજાર રૂપિયા અને એ સિવાયના કામગીરી ઇન્સેન્ટીવ આપવામાં આવે છે પરંતુ હાલની આ કાળઝાળ મોંઘવારીમાં આશાબેન નો પરિવારનું ગુજરાન કેમ ચાલે સરકાર આશાબહેનોનુ શોષણ કરી રહી છે.
ત્યારે હળવદ તાલુકાની ૧૬૩આશા બહેનો અને ૧૨ ફેસીલેટર બહેનો આરોગ્યલક્ષી કામગીરી માં જોડાયેલી છે જેમાંથી ૩૦થી ૪૦ આશાબહેનો અને ફેસિલિટેટર બહેનોએ હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે અમોએ પગારમાં પગાર વધારવા મામલે અનેક વાર સરકારમાં રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા અમોએ હળવદ તાલુકાની ૪૦ આશાબહેનોએએ મામલતદારને લોકોએ અધિકારીને રજૂઆત કરવા ધસી ગયા પગાર વધારા અને ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરવામાં આવે આગામી તારીખ ૩૧-૧૨ થી આશાબેન હડતાલ પર ઉતરી જવાની અને કોરોની વેકશીનની કામગીરીમાં અળગા રહેવાની ચીમકી આપી હતી.