રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા સમાજવાડીમાં ઘોડિયા અર્પણ કરવામાં આવ્યાં.
સમાજવાડીમાં યોજાતા શુભ તેમજ અશુભ પ્રસંગે બહારગામથી આવતા મહેમાનની સાથે રહેલા બાળકોની અગવડતા દૂર કરવા અને સગવડતા ઉભી કરવાના આશયથી રોટરી ક્લબ ઓફ હળવદ અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ મારફતે પ્રજાપતિ સમાજની વાડીમાં ઘોડિયા અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રોજેક્ટનું ડોનેશન રાકેશભાઈ ધીરુભાઈ ડાંગર અને મનીષાબેન કાંતિલાલ પટેલ તરફથી આપવામાં આવ્યું હતું..