સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે LAC ખાતે બંને દેશની સેનાઓની પીછેહઠને લઈને થયેલી સમજૂતી અંગે રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે ભારત અને ચીનની સેનાઓ લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. તેમણેકહ્યું હતું કે પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે, જોકે હાલ પણ અમુક વિવાદ બાકી છે.