અન્ડર 19 વિશ્વકપની ફાઇનલમાં ભારત : સેમીમાં પાકિસ્તાનને રગદોળી નાખ્યું 

રમત જગત Publish Date : 04 February, 2020 02:22 AM

અન્ડર 19 વિશ્વકપની ફાઇનલમાં ભારત : સેમીમાં પાકિસ્તાનને રગદોળી નાખ્યું 

 

ન્યૂઝ ડેક્સ 

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર 19 ક્રિકેટ વિશ્વ કપના ફાઇનલ મેચમાં ભારતે પ્રવેશ કર્યો છે , સેમી ફાઇનલમાં પરંપરાગત વિરોધી પાકિસ્તાનની ક્રિકેટ ટીમને હરાવીને ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે , ટિમ ઇન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારીને ટિમ ઇન્ડિયા ને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો છે ,અન્ડર 19 ટીમના ઓપનરો એ વિકેટ ગુમાવ્યા વગર જ ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી છે , પાકિસ્તાની ખેલાડીઓએ પહેલા બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા જોકે ભારતીય ઓપનિંગ બેટધરોએ પાકિસ્તાની બોલરોને મેદાની ચારો તરફ ધોકાવી નાખ્યા હતા અને વિકેટ ગુમાવ્યા વગર જ 176 રન બનાવી ટિમ ઇન્ડિયા ને મેચ જીતાવીને વિરોધીને રગદોળી નાખ્યું હતું , યશસ્વી જયસ્વાલે 8 ચોકા અને 4 છકકાની મદદ દ્વારા 105 રન ની શાનદાર પારી રમી છે 

Related News