નવા વર્ષની ભેટ: ભારતની સ્વદેશી કોવિશિલ્ડ રસી ને મંજૂરી

NATIONAL NEWS Publish Date : 01 January, 2021 06:13 PM

કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી. જેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે. આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ત્રણેયને એક પછી એક પછી પોતપોતાનું પ્રેઝન્ટેશન આપવાનું હતું, આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે.

અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા,ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માટે અરજી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ કોવીશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરી રહી છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ તૈયાર કરી છે, અમેરિકાની કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જોકે ફાઈઝરે WHO એ એક દિવસ અગાઉ ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે, સરકાર આ મહિને વેક્સીનેશન શરૂ કરવા માટે તૈયાર કરી રહી છે. આવતી કાલે એટલે કે 2 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં વેક્સીન ડ્રાઈ રન કરવામાં આવશે,

 

Related News