માનદ પ્રતિનિધિ
દર્શન મકવાણા દ્વારા
જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આર્શીવાદ થી અ.નિ.સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી ના દિવ્ય આશીર્વાદ થી મહામુક્તરાજ શ્રી દેવુભગતજી (જય સિયારામ) રાણાકંડોરણા વાળા ની સ્મૂતિમાં તથા શ્રી ઘનશ્યામ મહારાજ ,શ્રી લક્ષ્મીનારાયણદેવ ,રાધારમણદેવનો વાર્ષિક પાટોત્સવ , શાકોત્સવનું વિક્રમ સંવત ૨૦૭૭ , વસંત પંચમી ના પવિત્ર દિવસે , તા.૧૬-૨-૨૦૨૧ ને મંગળવારના રોજ સુપ્રસિધ્ધ ભાગવતકથાકાર પૂ.જીજ્ઞેશદાદા( રાધે - રાધે) તથા શાસ્ત્રીસ્વામી શ્રી રાધારમણદાસજી અને કોઠારી સ્વામીશ્રી જગતપ્રસાદ દાસજીની ઉપસ્થિતિમાં પંચ વાર્ષિક પાટોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સંતો કથામૃત નો અલભ્ય લાભ આપશે.ઉપરોક્ત પ્રસંગે તા.૧૫-૨-૨૦૨૧ , સોમવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ મહિલા મંડળની બહેનો દ્વારા જળયાત્રા તથા તા.૧૬-૨-૨૦૨૧ સવારે ૬:૩૦ કલાકે મંગળા આરતી , સવારે ૭:૩૦ થી ૮:૩૦ સુધી ઠાકોરજીનું પૂજન-અભિષેક , તથા ૯ થી ૧૧ સુધી સત્સંગ સભા ત્યારબાદ ૧૧ કલાકે અન્નકૂટ દર્શન અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધામેધામ થી સંતો-મહંતો પધારશે અને આ પ્રસંગે કોરોના કાળને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેરીને આવવાનું રહેશે તેમ શાસ્ત્રી સ્વામી શ્રી પૂ.રાધારમણદાસજી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.