ઘણાં સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્યમાં જાહેર થઈ ગઈ છે, રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજશે
કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ યોજાશે જેમાં પહેલા તબક્કામાં મહાનગરપાલિકાઓની 21 ફેબ્રુઆરી અને ત્યાર બાદ નગરપાલિકા અને પંચાયતો ની ચૂૂંટણી યોજાશે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે
કોરોનાની પરિસ્થિતિ વચ્ચે જયારે ચૂંટણી યોજવાની થતી હોવાથી કોરોનાની ગાઈડલાઈન નું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે, માસ્ક સેનેટાઇઝર અને ફેસ શિલ્ડ પુરા પાડવામાં આવશે,ચૂંટણીને લઈને રાજ્યમાં આજથી જ આચારસંહિતા લાગૂ થઈ જશે.