લોકડાઉન 4.0 માટે કેન્દ્ર ની નવી ગાઈડ લાઇન આવી, કાલથી લાગુ

એડિટર પોઇન્ટ Publish Date : 17 May, 2020 01:33 AM

નવી દિલ્હી

લોકડાઉન 4.0 ને લઈને નવી ગાઈડ લાઇન સામે આવી છે.. જેમાં સૌથી મોટી રહયા રાજ્યો ને ઝોન નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે.. તો બીજા રાજ્યો માં ફસાયેલા લોકો અન્ય રાજ્યોમાં જય શકશે પોતાના વાહન મા જોકે આ માટે બંને રાજ્યો ની મંજૂરી જરૂરી છે.. તો લોકડાઉન 4.0 માં કોઈ પણ વિમાની સેવા અને મેટ્રો સેવા શરૂ નહીં થઈ શકે... મેટ્રો અને વિમાની સેવાને બંધ રાખવામાં આવશે, સાથે સાથે સ્વિમિંગ પુલ, મોલ, સ્કૂલ ,કોલેજ,યુનિવર્સિટી બંધ રહેશે, મંદિર બંધ રહેશે, તેમજ રમત ગમત ની પ્રવૃત્તિ બંધ રહેશે, 
કેન્દ્ર એ પાંચ ઝોન બનાવ્યા છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન, બાફર  ઝોન.. રેડ ઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન બનાવવામાં આવ્યા છે એ રાજ્યો પોતાની સ્થિતિ મુજબ નક્કી કરી શકશે, તો રાત્રીના 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ રહેશે,10 વર્ષ થી નીચેના બાળકો અને 60 વર્ષ ઉપર ના વૃદ્ધ વ્યક્તિ ને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ,

Related News