દેશની ટોચની મરી-મસાલા કંપની એમડીએચના સ્થાપક- સંચાલક ધર્મપાલનું ભારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ધર્મપાલ 98 વર્ષના હતા.
કોરોનાથી સાજા થઇ ગયા બાદ એમના પર હૃદયરોગનો હુમલો થયો હતો. વેપાર-વ્યવસાયમાં તેમણે અથાક પુરુષાર્થથી પોતાની કંપનીની પ્રતિષ્ઠા જમાવી હતી. તેમની કંપનીનું આખું નામ મહાશિયા દી હટ્ટી હતું પરંતુ બજારમાં અને ગ્રાહકોમાં એ એમડીએચ બ્રાન્ડથી જાણીતા હતા.