બોલીવુડમાં ડ્રગ્સ મામલે જ્યા બચ્ચન અને રવિ કિશાન વચ્ચે મહાસંગ્રામ 

ENTERTAINMENT Publish Date : 15 September, 2020 04:41 AM

બોલીવુડમાં ડ્રગ્સ મામલે જ્યા બચ્ચન અને રવિ કિશાન વચ્ચે મહાસંગ્રામ 

 
બોલીવુડમાં નશાના કાળા કામને લઈને લોકસભામાં ભાજપના સાંસદ રવિકિશન એ ઉઠાવેલા મુદ્દા જ્યા બચ્ચને સવાલ ઉઠાવી ને મોટું તોફાન સર્જી દીધું છે ,લોકસભામાં રવિકિશને નિવેદન આપ્યું હતું કે બૉલીવુડ ને ડ્રગ થી બચાવવા ની જરૂર છે અને બૉલીવુડ માં ડ્રગ માફિયાઓ બેફામ બન્યા છે અને બૉલીવુડ ની ગંદકી ને સાફ કરવાની જરૂર છે ત્યારે આજે જયાબચ્ચને સંસદમાં રવિકિશન અને કંગના ને ટોણો મારતા જણાવ્યું કે જે થાળીમાં ખાવ છો ત્યાં જ ફાંકા પાડી રહ્યા ચો ,ત્યારે આજે ફરી રવિ કિશને સવાલ ઉઠાવ્યા કે મેં ન તો કોઈ ની મદદ થી પોતાની કેરિયર બનાવી છે કે ન તો મને કોઈએ જમાડી ને ઉપકાર કર્યો છે , જ્યા બચ્ચને જે પ્રકારે બૉલીવુડ ને ડ્રગ મામલે બચાવવા મુદ્દે નિવેદન આપીને બવંડર ઉઠાવ્યો છે જેના સમર્થનમાં આજે સોનમ કપૂર અને ફરહાન અખ્તર આવ્યા છે તો કંગનાએ જયા બચ્ચન ને ટાંકીને ટ્વીટ કર્યું છે કે જયાજી સુશાંત ના સ્થાને અભિષેક અને કંગના ના સ્થાને તમારી દીકરી શ્વેતા હોઈ તો તમે શું આવું જ વલણ રાખત ? કંગના ના ટ્વીટને સોસીયલ મીડિયામાં જબર સમર્થન મળી રહ્યું છે જોકે સૌથી મોટી વાત એ છે કે ડ્રગ મામલે સારા અલી ખાન , રકૂલ પ્રીત સિંહ અને અન્ય મોટા બૉલીવુડ પરિવારની હસ્તીઓ સામે આવી રહી હોઈ બૉલીવુડ બેકફૂટ ઉપર છે 
 
જોકે અહીં સવાલ એ પણ છે કે બૉલીવુડ સૌથી સ્વાર્થી છે અને પોતાના અને પારકા મુજબ જ અભિગમ લેતું હોઈ છે સુશાંતસિંહ ના મોતને લઈને બોલીવુડના મહાનાયક સહિતના મોટા કલાકાર ચૂપ થઇ ગયા છે તો હવે બોલીવુડમાં ડ્રગ મામલે સીબીઆઈ અને નાર્કોટિક્સ વિભાગે કાર્યવાહી કરતા મોટા પરિવારના પગ નીચે ધરતી હલવા લાગી હતી જોકે જયાબચ્ચન અને રવિ કિશાન વચ્ચે ના શાબ્દિક યુદ્ધ નો અહીં અંત નહિ આવે પરંતુ બોલીવુડમાં મોટું મહાસંગ્રામ જરૂર ઉભું કરનાર બની શકે છે 

Related News