આ દિવાળી ઉપર ફટાકડા ફોડતા પહેલા સાવધાન રહેજો
આ દિવાળી ઉપર ધમધામથી ફટાકડા ફોડવા માટે આયોજન કરતા હો તો સાવધાન થઇ જજો કારણ કે આ વર્ષે ફટાકડા ફોડવાને લઈને તંત્ર સખ્ત છે , રાજકોટ, અમદાવાદ,સુરત,વડોદરા અને રાજ્યના અન્ય મહાનગરોમાં રાત્રીના નક્કી કરેલા સમયે જો ફટાકડા ફોડવામાં આવ્યા તો પોલીસ જાહેરનામા ભાંગનો ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી શકે છે , રાજકોટ પોલીસ કમિશનરે આ નાગે જાહેરનામું બહાર પડી દીધું છે અને રાત્રીના જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી કરશે તો અમદાવાદ અને વડોદરા તેમજ સુરત ખાતે પણ આજ પ્રકારે પોલીસ દિવાળી ઉપર જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાનો પ્રયત્ન કરતા લોકોને રોકવા માટે કડક કાર્યવાહી કરી શકે છે