રાષ્ટ્રીય નાગરિકતા અંગે મોદી સરકારે શું લીધો નિર્ણય ?

top news Publish Date : 22 December, 2019

રાષ્ટ્રીય નાગરિકતા અંગે મોદી સરકારે શું લીધો નિર્ણય ?

નવી દિલ્હી 

દેશભરમાં નાગરિકતા કાયદા અંગે ચાલી રહેલી અફવાઓની આંધી અને હિંસાને પગલે દેશભરમાં એ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે દેશમાં શું થઇ રહ્યું છે , ભાજપ ની જ્યાં જ્યાં સરકાર છે ત્યાં ત્યાં એનઆરસી અને સીએએ તેમજ કેબ અંગે કેમ વિરોધની સાથે હિંસા થઈ રહી છે , શું મોદી સરકાર આ તમામ સંવેદનશીલ બાબતને લઈને શાંત કેમ છે લોકોના મનમાં અનેક સવાલ છે ખાસ કરીને મુસ્લિમ સમાજ સાથે જોડાયેલા મોટા ભાગના લોકોને એનઆરસી કે કેબ તેમજ સીએએ અંગે કઈ જ ખબર નથી માત્ર અફ્વાના આધારે લોકો મોટી સંખ્યામાં વિરોધ અને હિંસા માટે રસ્તા ઉપર ઉતારી આવ્યા છે જેને લઈને મોદી સરકાર હવે એક્શનમાં આવી છે , મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં 1987 પહેલા જન્મેલા એક પણ વ્યક્તિની નાગરિકતા ખતરામાં નથી દેશના નાગરિકોએ આ મામલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મોદી સરકાર ની આ સ્પષ્ટ વાત જો પહેલા આવી હોટ તો દેશના 7 રાજ્યોમાં હિંસા અને વિરોધ પ્રદર્શન અને આગજની સાથે કરોડો નું નુકસાન સરકારી સંપત્તિ અને નાગરિકોને ન થાત ,જોકે હજુ સ્પષ્ટ વાત પણ ચોખ્ખી થઇ નથી એનઆરસી લાગુ થશે કે કેમ અને દેશ ફરી એક વખત લાઈનમાં ઉભો રહેશે કે કેમ એ અંગે સવાલ જરૂર ઉઠી રહ્યા છે કારણ કે આસામ ના લોકોને એ વાતની ખબર છે કે એનઆરસી લાગુ કરવામાં આવ્યા બાદ શું થયું હતું અને કેટલા લોકોને અસર થઇ હતી ત્યારે શું નોટબંધી ની જેમ દેશ આખો ફરી લાઈનમાં આવી જશે એ સવાલ હજુ 135 કરોડની જનતાના મનમાં ઉઠી રહ્યો છે ત્યારે મોદી ના મન ની વાત એનઆરસી ને લઈને શું હશે એ તો સાંભળ્યા બાદ જ ખબર પડશે 

Related News