કોરોના ઈફેક્ટને પગલે શાળા-કોલેજ 31મી સુધી રહેશે બંધ

top news Publish Date : 15 March, 2020

*શાળા કોલેજ બંધ બોર્ડ પરીક્ષા ચાલુ*


*મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે  એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી*
*મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા જણાવ્યુ કે ગુજરાત માં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.*
*રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલ થી બે અઠવાડિયા માટે બંધ રહેશે*
*હાલ માં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે*
*રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે*
*રાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ  સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે*
*રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ  સંપ્રદાયો ને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે*

Related News