પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અનિશ્ચિતકાળ માટે અલવિદા કહી દીધું છે. 28 વર્ષીય આમિરે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે, મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાલના મેનેજમેન્ટ સાથેના તણાવના લીધે આ નિર્ણય લીધો છે. મને બહુ ટોર્ચર કરવામાં આવ્યો છે. હું આ મેનેજમેન્ટ હેઠળ રમી શકું તેમ નથી.