ચોમાસા સાથે વરસી રહ્યો છે રોગચાળો, ધારાસભ્ય-નેતા બીમાર 

સમાચાર Publish Date : 10 September, 2019

 ચોમાસા સાથે વરસી રહ્યો છે રોગચાળો, ધારાસભ્ય-નેતા બીમાર 

RAJKOT

રાજકોટમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે , વરસાદી સીઝનમાં વરસાદ સાથે સાથે તંત્રની બેદરકારીને પગલે રોગચાળો અને બીમારી પણ વરસી રહી છે , સામાન્ય લોકો તો બીમાર પડી જ રહયા છે , સાથે સાથે હવે વીવીઆઈપી ગણાતા નેતાઓ પણ બીમાર પડી રહ્યા છે , શહેરના સામાકાંઠાના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બીમાર પડયા છે , તો ભાજપના નેતા દલસુખ જાગાણી પણ બીમારીમાં સપડાઈને સારવાર લઇ રહ્યા છે  , લોકો બીમાર પડે ત્યારે મહાપાલિકાનું તંત્ર સબ સલામતના દવાઓ કરે છે પરંતુ નેતાઓ બીમારીમાં સપડાઈ એટલે વિસ્તારમાં દવાનો છટકાવ અને સફાઈ અભિયાન  શરુ કરી દેવામાં આવે છે , રાજકોટમાં મહાપાલિકાની આરોગ્ય શાખા રોગચાળાના આંકડા છુપાવવા માટે કુખ્યાત માનવામાં આવે છે ત્યારે નેતાઓની બીમારીને છુપાવી ન શક્યાનો શાખાને અફશોષ  થઇ રહયાનું મનપાના પ્રાંગણમાં ચર્ચાઈ રહ્યું છે 

Related News