રાજકોટ ચેમ્બરનો મહત્વનો નિર્ણય: લોકડાઉન હાલ નાં સમયમાં શકય નથી

સીટી રાઉન્ડઅપ  Publish Date : 14 September, 2020 11:19 AM

કોરોનાં ને નાથવા રાજકોટમાં સ્વયં ભૂ લોકડાઉન જાહેર કરવું કે નહીં તેં અંગે અલગ અલગ સંગઠનો અને વેપારી મહામંડળો દ્રારા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે સોની બજાર અને દાણાપીઠ બાદ આજે ચેમ્બર ઓફ કોમર્સ ની મીટીંગ મળી હતી જેમાં લોકડાઉન રાખવું કે નહીં તેં અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ મીટીંગ વિડિઓ કોન્ફરન્સ નાં માધ્યમ થી યોજાઈ હતી જેમાં 100 માંથી 57 પ્રતિનિધિઓ જોડાયા હતાં.. તમામ જોડાયેલા પ્રતિનિધિઓ દ્રારા એક જ સુર વ્યકત કરાયો હતો કે હાલ નાં તબક્કે એક અઠવાડિયાનાં લોકડાઉન થી કોરોનાં ને રોકી શકાય નહીં, જેથી લોકડાઉન છે તે હાલ નાં તબક્કે શકય નથી, પરંતું નિયમો નું પાલન કરવું ખૂબ જ જરુરી છે

Related News