લોકડાઉન વચ્ચે પોલીસની સક્રિયતાના કારણે ૨૦૨૦માં રાજકોટ શહેરમાં ગંભીર ગુનાઓમાં ૩૦ ટકાનો ઘટાડો
શહેરમાં નોંધાયેલા ખૂનના ગુનાઓમાં ૭ ટકા, ખૂનની કોશિષના ગુનામાં ૩૬ ટકાનો, લૂંટના ગુનામાં ૧૧૩ ટકાનો, ઘરફોડ ચોરીમાં ૨૨ ટકાનો, સાદી ચોરીઓમાં ૪૮ ટકાનો, છેતરપીંડીમાં ૪૨ ટકાનો, વિશ્વાસઘાતમાં ૫૬ ટકાનો ઘટાડો...છેલ્લા ૨૦ વર્ષની સરખામણીમાં આ વર્ષમાં તમામ ગુનાઓ ઘટ્યા : ગેરકાયદે હથીયારો, નશીલા પદાર્થો શોધી કાઢવામાં અગ્રેસર રહેલી પોલીસે ભૂમાફીયાઓ અને વ્યાજખોરો સામે પણ કાયદાનો ગાળીયો કસીયોઃ ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે ઘડાયેલા ગુજસીટોક હેઠળ બે ગુના નોંધી ૨૩ માથાભારે શખ્સોને જેલભેગા કર્યા : લોકડાઉનમાં વહિવટી તંત્રએ ઇશ્યુ કરેલા પાસ જેવા બોગસ પાસ બનાવવાનું કોૈભાંડ છત્તુ કરી ટોળકી પકડી : કોરોનામાંં ઉપયોગી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર રોકવા ૧૧ આરોપીઓને પકડી ૪ ગુના નોંધ્યા : ચોરી લૂંટ જેવા મિલ્કત વિરોધી ગુનાઓ ઉકેલી અસંખ્ય ચોરીઓમાં સંડોવાયેલા ગુનેગારોને ઝડપી પાડ્યાઃ ૬ હત્યા લૂંટ, ચોરી, મારામારી જેવા ૩૩ ગુનાઓમાં સંડોવાયેલા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને પકડ્યો : મહિલા અત્યારચારના ૧૯ જેટલા ગુનાઓમાં ભોગ બનનાર બહેનોને ૬૫ લાખથી વધુ આર્થિક વળતર અપાવવામાં પોલીસ નિમીત બની : નાના બાળકનું અપહરણ કરી વેંચી નાંખવાના સ્કેન્ડલનો પર્દાફાશ કરી લીમડા ચોકથી અપહરણ થયેલા બાળકને હેમખેમ માતા-પિતા પાસે પહોંચાડ્યું : ૬ વર્ષની માસુમ બાળકીની બદકામના ઇરાદે હત્યાનો ગુનો કલાકોમાં ઉકેલી સિરીયલ કિલર વિક્રમને ઝડપ્યો : સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ૨ કરોડ ૪૭ લાખથી વધુના ૧૭૦૨ મોબાઇલ શોધીને માલિકોને પરત અપાયા હતાં