રાજકોટ
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના બાકી રહેલા તમામ ઉમેદવારો આજે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવશે પહેલી યાદીમાં ૨૨ ઉમેદવારો ના નામ જાહેર થયા બાદ શુક્રવારે મોડી રાત્રે 39 નવા નામો જાહેર કરાયા હતા હજુ પણ 11 નામોને લઈને કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ખેંચતાણ ચાલી રહી છે છેલ્લા બે દિવસથી રાજકોટના 10 વોર્ડમાં કોંગ્રેસના દાવેદારોએ અલગ-અલગ સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો જે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ યથાવત રીતે ચાલી રહ્યો છે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે અને આજના દિવસે કોંગ્રેસના બાકી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે