આવી રહી છે વિધ્નહર્તા શ્રીજીની સવારી

સમાચાર Publish Date : 28 August, 2019

 

રાજકોટ સહીત સમગ્ર દેશમાં 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી  સાર્વજનિક ગણેશ મહોત્સવનો શુભારંભ થવા જય રહ્યો છે , ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે , બજારમાં અવનવી ગણેશજીની મૂર્તિઓ તૈયાર થઇ રહી છે જેમાં માટીની મૂર્તિઓ ભાવિકોને આકર્ષી રહી છે , રાજકોટમાં પણ અલગ અલગ સ્થાળે લગભગ 300 થી વધુ સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજન થાય છે,તો ઘરે ઘરે ગણેશ સ્થાપન માટે પણ તૈયારીઓ શરુ થઇ છે , ત્યારે રાજકોટમાં માટીના ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા માટે વિઘ્નહર્તાની પ્રતિમા તૈયાર થઇ રહી છે , આ વર્ષે બાલ ગણેશજી થી લઈને લાલબાગ કા રાજા થી લઈને મયૂરેશ ગણેશ અને વિવિધ ગણેશ પ્રતિમાઓ તૈયાર થઇ રહી છે , કલકત્તાથી ખાસ મૂર્તિ તૈયાર કરવા આવેલા મૂર્તિકાર પાલ ભાઈએ વર્ષની ગણેશ પ્રતિમા અંગે ખાસ વિગતો જણાવી હતી 

 

Related News