ગોંડલ પત્રકાર સંઘના પ્રમુખનો ભાઈ જુગાર રમતા ઝડપાયો

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 19 August, 2019

ગોંડલમાં પત્રકારનાં ભાઈ અને નગરપાલિકા ઉપપ્રમુખનાં દિયર દ્વારા ચલાવાતા જુગારધામ રૂરલ LCB ત્રાટકી 

   તા.૧૯,ગોંડલ: રાજકોટ જિલાના ગોંડલ શહેરમાં ઓફીસ ધરાવતો અલ્પેશ રમેશભાઈ આચાર્ય નામનો આધેડ શેરના પાવન ચેમ્બરમાં આવેલી પોતાની માલિકીની શ્રી શક્તિ લેન્ડ એન્ડ ડેવલપર્સ નામની પોતાની માલિકીની દુકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાનાનો તીનપતીનો જુગાર “રમી” રમાડી પોતાના અંગત ફાયદા માટે પૈસા વસૂલતો હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય LCBને મળી હતી.
     LCBને મળેલ માહિતીના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય LCBનાં પોલીસ ઇન્સ. એમ.એન.રાણા તથા પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા તથા તેમની ટીમે રેઇડ કરતા ઉપરોક્ત સરનામેથી જુગાર રમતા મળી આવેલ આરોપીઓમાં (૧.) અલ્પેશભાઈ રમેશભાઈ આચાર્ય (૨.) હરશ્યામસિંહ હિમતસિંહ ચુડાસમા (૩.) નીલેશભાઈ ભોગીલાલ બોરીચા (૪.) ક્રિસ્ટોબેર સામ્વેલ સુંદરરાજ નડાર (૫.) ભાગવત શિવરામ શિરસાત (મરાઠી)  આ તમામ આરોપીઓ ગોંડલનાં રહેવાસીઓ છે. તેઓને રોકડ રૂ.૨.૧૯,૬૦૦/-, મોબાઈલ નંગ-૬ કી.૪૧,૦૦૦/- અને ગન્જીપતાના નંગ-૫૨ સહિતના કુલ મુદામાલ કી. રૂ. ૨,૬૦,૬૦૦/- સાથે ઝડપી પાડેલા છે.
       ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આરોપીઓમાં જેમની માલિકીની દુકાનમાં આ જુગારધામ ચલાવવામાં આવતું હતું તે આરોપી નં.(૧.) અલ્પેશભાઈ રમેશભાઈ આચાર્ય,ઉ.વ. ૪૫એ ગોંડલનાં પત્રકારનાં ભાઈ છે તથા નગરપાલિકાના ઉપ પ્રમુખના દિયર છે. હાલ રાજકોટ ગ્રામ્ય LCBએ ઉપરોક્ત તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.બનાવ સંદર્ભે શહેર માં ચર્ચા નો વિષય બન્યો હતો...બનાવ સંદર્ભે અનેક રાજકીય અગ્રણી ઓ એ ભલામણ કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ ની ભલામણ રાખી ન હતી..અને કડક કાર્યવાહી કરી હતી.

Related News