રાજકોટના જંગલેશ્વરમાં પોલીસ અને તોફાનીઓ વચ્ચે ઘર્ષણ : પોલીસ ઉપર ટોળાનો હુમલો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા

એડિટર પોઇન્ટ Publish Date : 16 May, 2020 07:04 AM

રાજકોટ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 200 થી વધુ લોકોના ટોળા એ પોલીસ ઉપર હુમલો કરીને આતંક મચાવતા ઘર્ષણ સર્જાયું હતું.. મોડી રાત્રીના સમયે એસઆરપી જવાન ના વાહન ઉપર હુમલો કરીને તોડફોડ કરી જંગલેશ્વર માં બાંધવામાં આવેલ લોખંડ ના પતરા તોડીને તોફાની તત્વોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને શહેરના ઉચ્ચ પોલિસ અધિકારીઓનો કાફલો અને પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ઉમટી પડ્યો હતો અને તોફાનીઓ સામે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા તો બે રાઉન્ડ ફાયરિંગ થયા ના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.. આ લખાઈ છે ત્યાં સુધીમાં રાત્રી ના સમય સ્થિતિ ઉપર કાબુ લેવામાં આવ્યો છે.. આ બીજી વખત બનેલી ઘટના છે જ્યારે જંગલેશ્વર માંથી ટોળા તોડફોડ અને  ભાગવાનો પ્રાયસ કર્યો હોય...

Related News