કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત રસીના સ્ટોરેજ તેમજ વિતરણ માટે વહીવટી તંત્ર દ્વારા હાલ તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે રિજિયોનલ વેક્સિન સ્ટોર પૂર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે, સ્ટોરેજ કેન્દ્રમાં માઈનસ 15થી 25 સેન્ટીગ્રેટ તાપમાને 1 લાખ વાયલ અને પ્લસ 2થી 8 સેન્ટીગ્રેટ તાપમાને 2 લાખ વાયલની ક્ષમતા ધરાવતા ફ્રિઝર ઉપલબ્ધ છે.
વેક્સિન સ્ટોરમાં પ્લસ 2થી 8 સેન્ટીગ્રેટ તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઈન કુલર અને 3 આઈસ લાઈન રેફ્રિજરેટર કાર્યરત