જિલ્લા કલેક્ટર રાજકોટ અને ઈન્ડસ્ટ્રી સેફ્ટિ ઍન્ડ હેલ્થ વિભાગ ના દિશા નિર્દેશ દ્વારા અને ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના પશ્ચિમી ક્ષેત્ર પાઇપ લાઇન્સ વિભાગ -ગવરીદડ , માર્કેટિંગ ડેપો, બોટલિંગ પ્લાન્ટ, AFS, ગુજરાત ગૅસ લિમિટેડ, GSPL તથા BPCL બોટલિંગ પ્લાન્ટ ના સ્યૂક્ત પ્રયાસ દ્વારા ઇમર્જન્સિ ડીસાસ્ટર પ્લાન હેઠળ પડધરી તાલુકાના બોડીઘોડી ગામે મોક ડ્રિલનું આયોજન
રાજકોટ જિલ્લા માં પડધરી તાલુકા ના બોડી ઘોડી ગામ ની હદ માં કે જ્યાં ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ગેસ તથા જીએસપીએલ ની ગેસ પાઇપ લાઇન પસાર થાય છે એવા બોડીઘોડી ગામ ના રસ્તા ના ક્રોસસિંગ પર જિલ્લા કલેક્ટર રાજકોટ ના આદેશ અનુસાર ગેસ ની પાઇપ લાઇન પર ગેસ લીકેજ બાદ ભયાનક આગ લાગવાની મોક ડ્રિલ તા 30.12.2020 ના રોજ કરવા માં આવી હતી.
આ મોક ડ્રિલ માં ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના પશ્ચિમી ક્ષેત્ર પાઇપ લાઇન્સ વિભાગ -ગવરીદડ , ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માર્કેટિંગ ડેપો, ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ બોટલિંગ પ્લાન્ટ, ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ AFS , ગુજરાત ગૅસ લિમિટેડ, GSPL તથા BPCL બોટલિંગ પ્લાન્ટ દ્વારા ભાગ લેવા માં આવ્યો હતો જેમાં ગેસ પાઇપ લાઇન પર રિપેરિંગ કામ દરમિયાન અકસ્માત થવા ઉપરાંત ભયાનક આગ લાગવાના બનાવ થવા બાદ આજુ બાજુ માં પસાર થતી IOCL અને GSPL ની પાઇપ લાઇન ને સુરક્ષિત રાખવા માટે રાજકોટ જિલ્લા ની બધી જ ઓઇલ અને ગેસ કંપની દ્વારા ભારે જહેમત કરી ને મોક ડ્રિલ ને સફળ બનવા માં આવી હતી. આ પૂરા અભ્યાસ માં RMC ના ફાયર ફાઇટર દ્વારા તથા 108 એમ્બ્યુલન્સ સમયસર હાજર થઈ ને આગ બુજવવા માટે જહેમત કરી હતી.
જિલ્લા કલેક્ટર રાજકોટ ઓફિસ માં થી શ્રી પ્રિયાંક સિંઘ, ઈન્ડસ્ટ્રી સેફ્ટિ ઍન્ડ હેલ્થ વિભાગ ના અધિકારી શ્રી પી એમ કલસરિયા તથા શ્રી બી પી પંચાસરા, IOCL પાઇપ લાઇન્સ ના સિનિયર મેનેજર હેમંત ભારદ્વાજ તથા સિનિયર ઓફિસર શ્રી અકીલ પટેલ, IOCL માર્કેટિંગ ડેપો ના ફાયર અધિકારી શ્રી સતિશ કુમાર , IOCL બોટલિંગ પ્લાન્ટ ના સિનિયર મેનેજર શ્રી સૂર્યા કુમાર ,IOCL AFS ના શ્રી તનવીર , ગુજરાત ગૅસ લિમિટેડ ના મેનેજર શ્રી રાજૂ કર્દમ, GSPL ના મેનેજર શ્રી અશ્વિન મવાડી તથા BPCL બોટલિંગ પ્લાન્ટ ના સુભમ કુમાર તથા અન્ય સહકર્મીઓ ઉપસ્થિત રહી ને કાર્યકર્મ ને સફળ બનાવ્યો હતો.
સંપૂર્ણ અભ્યાસ કાર્ય- મોક ડ્રિલ ના અંત માં જિલ્લા પ્રસાશન દ્વારા કલેક્ટર વતી વખાણીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો