આ વર્ષે રક્ષાબંધન ઉપર બજારમાં આવી સોનાની રાખડી : ભાવ 11 હજારથી લઈને 1 લાખ સુધીના

ગુજરાતની ખબર  Publish Date : 21 July, 2020 02:00 AM

 

આ વર્ષે રક્ષાબંધન ઉપર બજારમાં આવી સોનાની રાખડી : ભાવ 11 હજારથી લઈને 1 લાખ સુધીના 

 

બજારમાં આવી અવનવી ડિઝાઈનર ગોલ્ડ રાખી : સોની કારીગરે બનાવી અવનવી ડિઝાઇઝની સોનાની રાખી 

 

 

આ વર્ષે રક્ષાબંધન ઉપર સોનાની રાખડી બજારમાં આવી છે , આમ તો સોનાનો ભાવ 10 ગ્રામના 50 હજાર સુધી પહોંચ્યો છે , પરંતુ જેની પાસે પૈસા જ પૈસા છે તેને ભાવ કરતા લાઇફસ્ટાઇલ અને શોખ મહત્વનો છે , રાજકોટના સોની કારીગરોએ આ વષૅના રક્ષા બંધન ઉપર ખાસ લાઈટ વેટ ગોલ્ડ રાખી બજારમાં મૂકી છે જે આકર્ષક અને એકદમ ડેલિકેટ છે , તો હાથમાં માત્ર રક્ષાબંધન ઉપર જ નહિ હંમેશા માટે પહેરી શકાય તેવી આ રાખડી બજારમાં મુકવામાં આવી છે  , જેની કિંમત 11 હજાર રૂપિયા થી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે 

 

Related News