શિયાળામાં અથાણાં માટે ગુજરાતીઓની પહેલી પસંદ:રાયતા મરચા

માધુરી વાનગી Publish Date : 24 December, 2020 06:54 PM

સામગ્રી
૨૫૦ ગ્રામ તાજાં લાલ મરચાં
1 વાટકી રાયના કુરિયા (બોરો)
૧ચમચી વરીયાળી
૧ચમચી અધકચરા વાટેલા મરી
નમક જરૂર મુજબ
૧/૨ચમચી હળદર
૫ ચમચી તેલ
૧ લીંબુનો રસ
૧/૪ચમચી હિંગ

બનવવાની રીત:

સૌપ્રથમ મરચાંનાં બી કાઢી ને લાંબા સમારી લો
હવે તેમાં એક ચમચી નમક અને 1/2ચમચી હળદર પાઉડર નાખીને તેમાં અડધાં લીંબુનો રસ ઉમેરી ને મિક્સ કરીને ૧ કલાક સુધી રહેવા દો
પછી એક કપડામાં આ મરચાં ને નીતારીને સુકવી દો આ મરચાં જો આખું વર્ષ રાખવા માટે બનાવવા હોય તો મરચાં ને સહેજ વધારે સુકાવા દો નહી તો 1/2કલાક સુધી રહેવા દો
હવે એક પેનમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરીને ઠંડું થવા દો
હવે એક બાઉલમાં રાયના કુરિયા લઈ તેમાં હિંગ વરીયાળી અને વાટેલાં મરી ઉમેરી દો પછી તેમાં આ તેલ પણ ઉમેરીને મસાલો તૈયાર કરવો
હવે તેમાં આ સુકવેલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ નમક અને લીંબુનો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરીને મરચાં ને ચાર થી પાંચ કલાક સુધી એમાં જ રહેવા દો
પછી એક બરણીમાં ભરીને તમે તેને ફ્રિજ માં કે બહાર આખું વર્ષ સુધી રાખી શકો છો અને આ રાયતા મરચાં સવારે નાસ્તામાં કે થેપલાં પરોઠાં કે રોટલી સાથે ખાય શકો છો તમે પણ જરૂર થી બનાવજો.

Related News