હળવદ ખરીદ વેચાણ સંઘની ચુટણી આગામી ૧૯ જાન્યુઆરી રોજ યોજાનારી છે હળવદ તાલુકાના સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર ના ઉમેદવાર તરીકે ૮ ફોર્મ ભરાયા હતા ૮ ઉમેદવારો બીનહરિફ થયા હતા
હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડ ની ૫ વર્ષની મુદત પૂર્ણ થતા આગામી ૧૯ જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાનારી છે હળવદ તાલુકાના સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ૮ ઉમેદવારો બીન હરિફ થયા હતાજેમા રણછોડગઢ ગામના દલસાણીયા સોમાભાઈ જાદવભાઈ. જુના દેવળીયાના પટેલ અરૂણભાઇ જાદવજીભાઈ. રણમલપુરના વરમોરા રસિકભાઈ સવજીભાઈ. અજીતગઢ ના રમેશભાઈ પરસોત્તમભાઈ કાવર. જુના દેવળીયાના પટેલ જયંતિભાઈ જીવરાજભાઈ. નવા ઘનશ્યામ ગઢ ના ગોપાણી રતિલાલ વિરજીભાઈ .ઈશ્વર નગર ના રૂપાણી શૈલેષ ભાઈ કરમશીભાઈ. પ્રતાપગઢ ના ફુલતરીયા રમેશભાઈ પ્રેમજીભાઈ સહિતનાએ ૮ ઉમેદવારોએ બોર્ડ ઓફ ડિરેક્ટરની ઉમેદવારીભરી હતી તમામ ઉમેદવારો બીન હરિફ થયા હતા આ અંગે મોરબી પ્રાંત અધિકારી અને ચુટણી અધિકારી ગંગા સિંહ ને પૂછતા તેવોએ જણાવ્યું હતું ખરીદ વેચાણ સંઘની ચુટણીમાં ૮ ઉમેદવારોએ ફોર્મ ભયો ૮ બેઠક ના ઉમેદવારોઓ બીન હરિફ થયા હતા તેમ જણાવીયુ હતું.