બીબીસી 450 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે 

top news Publish Date : 05 February, 2020

બીબીસી 450 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે 

 
એજન્સી 
 
મીડિયાની દુનિયામાં નોકરી શોધતા લોકો માટે આંચકા રૂપ સમાચાર છે બીબીસી તરફથી , બીબીસી હવે પૈસાની બચત કરવા માટે તેના 450 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની છે , બીબીસી અનેક ભાષા અને અનેક પ્રકારની ન્યુઝ ને લગતી ગતિવિધિ ચલાવે છે ત્યારે બીબીસી આગામી વર્ષ 2022 માટે નવી પરી યોજના ઉપર કામ કરી રહ્યું છે જેના માધ્યમથી તેઓ નવા પ્રકારની ડિજિટલ સેવા પ્રદાન કરવા જય રહી છે જેને પગલે તેઓ ટીવી અને રેડિયો સેવાઓ ઉપર આંશિક કાપ લગાવશે અથવા તો તેને બંધ કરવા તરફ આગળ વધશે , બીબીસીના ઘણા પ્રોગ્રામ ચાલે છે જેમાં બીબીસી 2, બીબીસી રેડિયો 5 લાઈવ ,ન્યૂઝ નાઈટ સેવાઓ આ પગલાંથી પ્રભાવિત થવાની છે , એજન્સીને આપેલી મુલાકાતમાં બીબીસી ના ન્યૂઝ ડાયરેક્ટર ફ્રેન્ક અન્સવર્થ ના જણાવ્યા મુજબ બીબીસી તેના દર્શકોની રુચિ મુજબ ફરેફાર કરવા કામગીરી કરી રહ્યું છે અને એટલે જ તેઓ હવે દર્શકોની પસંદ ને અનુરૂપ આગળ વધી રહ્યા છે માધ્યમ અને યુવા વર્ગ માટે બીબીસી આગળ વધવા માટે ઓનલાઇન કંટેન આપવા તરફ નીતિ બનાવી રહ્યા છે અને એટલે જ પરંપરાગત રૂપથી ચાલતી સેવાઓ ઓછી કરવામાં આવશે અથવાતો બંધ કરવામાં આવશે જેને પગલે બીબીસી ને 80 મિલિયન પાઉન્ડ જેટલી બચત કરવાની યોજના છે ( એક મિલિયન એટલે 10 લાખ ) (એક પાઉન્ડ એટલે 99 થી 102 રૂપિયા ) ( ગણતરી કરવી ) આગામી સમયમાં બીબીસી ડિજિટલ ઉપર ખર્ચ ઓછો થાય છે અને તેમાં દર્શકોની રુચિ જળવાઈ રહે છે માટે આ નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે, હાલ બીબીસી પાસે 6000 નોકરિયાતો છે જેમાંથી બ્રિટનની બહારના 1700 જેટલા છે એટલે માનવામાં આવી રહ્યું છે કે એમાં પરિવર્તન આવી શકે છે બીબીસી નું વાર્ષિક બજેટ 480 મિલિયન પાઉન્ડ નું છે 

Related News