પ્રોડ્યુસર એકતા કપૂરે સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી છે,આ તસવીરમાં એકતા કપૂર પોતાના મિત્ર તનવીર બુકવાલાની સાથે જોવા મળે છે. આ તસવીર શૅર કરીને એકતાએ કહ્યું, 'અને અમે અહીં છીએ. ટૂંકમાં જ તમને બધું જ કહીશું.'
એકતાએ શૅર કરેલી આ તસવીર પર તનવીરે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આ મિત્રતાને સંબંધોમાં બદલવાનો સમય આવી ગયો છે.' તનવીરના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એકતાની ઘણી તસવીરો છે. જો કે અત્યારસુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કોઈ ઓફિશિયલ વાત કરી નથી.