VLCC ફેમિના મિસ ઇન્ડિયા ના આજે પરિણામ જાહેર થયા હતા જેમાં તેલંગાણાની 23 વર્ષીય માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020નો તાજ પહેર્યો. મિસ ઇન્ડિયા 2019 રાજસ્થાનની સુમન રતન સિંહ રાવે પોતાનો તાજ માનસાને પહેરાવ્યો. હરિયાણાની મનિકા શિઓકંડ મિસ ગ્રાંડ ઇન્ડિયા 2020 અને ઉત્તરપ્રદેશની માન્યા સિંહ મિસ ઇન્ડિયા 2020 રનર અપ રહી.
માનસા ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એનાલિસ્ટ છે. તે 70મા મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે. માનસા તેની માતા, દાદી અને મોટી બહેનની આભરી છે. તેમની મદદથી તે આ પ્લેટફોર્મ સુધી પહોંચી શકી છે. મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરાને તે પ્રેરણા માને છે.