વ્હોટ્સએપ હવે ભારતમાં પોતાની સર્વિસ વિસ્તૃત કરવાની તૈયારીમાં છે. વ્હોટ્સએપ ઈન્શ્યોરન્સ અને પેન્શન જેવી સર્વિસને રોલઆઉટ કરવા જઈ રહી છે. કંપનીએ બુધવારે કહ્યું કે, તેઓ ભારતમાં પોતાના વપરાશકર્તાઓને નાણાકીય સેવાઓ સુધી વ્યાપક પહોંચ ઉપલબ્ધ કરાવવા માટે આ વર્ષના અંત સુધીમાં સસ્તો સ્કેચ-સાઈઝ સ્વાસ્થ્ય વીમા ખરીદવાની ઓફર કરશે.