શિયાળામાં ભરપૂર માત્રામાં મળતા લીલા ચણા એટલે કે જીંજરા નું શાક: વાંચો બનાવવાની સરળ રીત

માધુરી વાનગી Publish Date : 31 December, 2020 06:06 PM

શિયાળાની સીઝન ચાલુ છે અને અત્યારે લીલા ચણા બહુ મળે છે. તેમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. શિયાળા માટે જરૂરી એવા વિટામિન એ અને સી પણ હોય છે. લીલા ચણા ની અનેક અવનવી વાનગી બને છે જેમાં એક છે
લીલા ચણા નું શાક


એક પેનમાં ૨ મોટા ચમચા તેલ મૂકી તેમાં ૧ ચમચી જીરું, લાલ સૂકા મરચાં, તમાલપત્ર, તજ નાખીને ૨ મીનીટ સાંતળી, ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ, હીંગ નાખી બરાબર સાંતળો હવે તેમાં ૧ બાઉલ ડુંગળી ની પેસ્ટ ઉમેરી ૫ મીનીટ સુધી ઘીમાં તાપે સાંતળો પછી એક બાઉલ ટામેટા ની પેસ્ટ ઉમેરી ૧૦ મીનીટ સુધી સાંતળો હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું નાખી બરાબર મિક્સ કરી ૧ બાઉલ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ૫ મીનીટ સુધી ઘીમાં તાપે  ચડવા દો હવે તેમાં ૨ બાઉલ બાફેલા લીલા ચણા અને અડધો ગ્લાસ પાણી ઉમેરી ૧૦ મીનીટ ઢાંકી ને ચડવા દો ઉપર કોથમીર નાખી સર્વ કરો.
લીલા ચણા ને તપેલીમાં પાણી મૂકી તેમાં મીઠું અને ખાંડ નાખી પાણી ઉકળે એટલે ચણા ઉમેરી ઢાંકણ ઢાકયા વગર ખુલ્લા જ ૫ મીનીટ ચડવા થી ચણા નો લીલો કલર જળવાઈ રહેશે.

Related News