17 મેં સુધી દેશમાં લોકડાઉંન પાર્ટ 3.0 : ત્રણ ઝોનમાં દેશના વિવિધ જિલ્લાનો સમાવેશ 

એડિટર પોઇન્ટ Publish Date : 01 May, 2020 02:01 AM

17 મેં સુધી દેશમાં લોકડાઉંન પાર્ટ 3.0 : ત્રણ ઝોનમાં દેશના વિવિધ જિલ્લાનો સમાવેશ 

 

નવી દિલ્હી 

દેશભરમાં લોકડાઉંન નો ત્રીજો તબક્કો લાગુ કરી દેવામાં આવ્યો છે , 3 મેં ના રોજ દેશમાં લાગુ કરવામાં આવેલું લોકડાઉંન પાર્ટ 2 પૂર્ણ થતું હતું ત્યારે દેશવાસીઓને અપેક્ષા મુજબ લોકડાઉંન લંબાવવામાં આવ્યું છે , લોકડાઉંન લંબાવવા પાછળ કોરોના ના વધતા કેસ જવાબદાર માનવામાં આવે છે , લોકડાઉંન લંબાવવા પહેલા દેશના વિવિધ જિલ્લઓનને કોરોના પ્રકોપને લઈને ત્રણ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે ,જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નો સમાવેશ થાય છે , દેશના 739 જિલ્લાઓને ત્રણ ઝોનમાં રાખવામાં આવ્યા છે 

 

રેડઝોન 

રેડ ઝોન માં સમાવાયેલા જિલ્લાઓને કોઈ જ છૂટ મળશે નહિ અહીં તમામ નિયંત્રણ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ નું રહેવાનું છે , તો કિરાણા , દૂધ અને આવશ્યક સેવાઓ અને મેડિકલ સેવાઓ પણ સ્થાનિક તંત્રના નિયંત્રણ હેઠળ રહેવાની છે , જેથી અહીં કોઈ છૂટ 4 મેં થી 17 મેં સુધી મળવાની નથી 

 

ઓરેન્જ ઝોન 

ઓરેન્જ ઝોનમાં સમાવાયેલા રાજકોટ સહિતના રાજ્યના 19 જિલ્લાઓ માં આંશિક છૂટ મળવાની છે જેમાં પેડ ટેક્સી સેવા કે ઓટો સેવા શરૂ થઇ શકે છે પણ એવા જ વિસ્તારમાં કે  જ્યાં ક્લસ્ટર ઝોન ન હોઈ અને કોઈ કેસ ન આવ્યો હોઈ તેમજ કેટલીક દુકાનો ખોલી નાખવાની પણ છૂટ મળી શકે છે , સાથે સાથે આવશ્યક સિવાય ની દુકાનો અને નાના વ્યવસાય ને ખોલવાની ચ્હહૂત મળી શકે છે આ અંગે વિસ્તૃત વિગતો સામે આવી શકે છે 

 

ગ્રીન ઝોન

ગ્રીન ઝોનમાં અનેક છૂટ મળી શકે છે , ગ્રીન ઝોનમાં આવેલા શહેર અને જિલ્લામાં અનેક છૂટ મળી શકે છે જેમાં દુકાનો શરૂ કરવા , નાના વ્યવસાય કરવા , ટેક્સી અને બસ સેવા સીમિત માત્રામાં કાર્યરત કરવા માટે ખેતી , ધંધા રોજગાર અને નાના ઉદ્યોગ સાથે પરિવહન માટે અને લોકોને હરવા ફરવા માટે છૂટ મળી શકે છે , જોકે આ માટે સ્થાનિક તંત્ર નક્કી કરશે કે કેટલી અને કેવી છૂટ આપવામાં આવે 

 

4 મેં થી 17 મેં સુધી દેશમાં લોકડાઉંન અમલી રહેવાનું છે એટલે જ્યાં જ્યાં ગ્રીન ઝોન સિવાયના વિસ્તારો છે ત્યાં ત્યાં લોકડાઉંન ને લગતા તમામ નિયમો લાગુ રહેવાના છે જેમાં સભા સરઘસ ઉપર પ્રતિબંધ , લોકોના એકત્ર થવા ઉપર પ્રતિબંધ , ધાર્મિક સ્થળ ઉપર પ્રતિબંધ , લગ્ન સમારંભો અને મોટા મેળાવડાઓ પણ બંધ રહેવાના છે 

Related News