પાન મસાલા- ચા-દારૂના બંધાણીઓને મળી ઘોર નિરાશા : કઈ કઈ દુકાનો ખુલશે જાણો 

એડિટર પોઇન્ટ Publish Date : 25 April, 2020 12:47 PM

પાન મસાલા- ચા-દારૂના બંધાણીઓને મળી ઘોર નિરાશા : કઈ કઈ દુકાનો ખુલશે જાણો 

વ્યસનીઓ માટે નિરાશા : સરકાર માટે કસોટી સમાન છે નિર્ણય : અર્થતંત્ર ગતિમાં લાવવા નિર્ણય 

GUJRATPOST.COM

શુક્રવારે રાત્રીના કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને દુકાનો ખોલવા માટે પરિપત્ર બહાર પાડીને બંધ થયેલા અર્થતંત્ર ને ગતિ આપવાનું કામ કર્યું છે જોકે સવાર સુધી ક્યાં ક્યાં ધંધા અને કઈ દુકાનો શરૂ કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે એ બાબતે સ્પષ્ટતા ન હોવાને પગલે કાગારોળ મચી ગઈ હતી , પરંતુ બપોર પડતા સુધીમાં એ સ્પષ્ટતા પણ થઇ ગઈ કે મોલ-મલ્ટીપ્લેક્સ-દારૂની દુકાન-પાનમસાલા અને ચા ની દુકાનો ખોલવા ની મંજૂરી નથી આપવામાં આવી , જોકે સાથે સાથે હર કટિંગ સલુન, બ્યુટી પાર્લર, ઠંડા પીણાં -આઈસ્ક્રીમની દુકાન અને અન્ય કોમ્પ્લેક્સમાં આવેલા વ્યવસાય ને કોઈ છૂટ આપવામાં આવી નથી તો કાપડ માર્કેટ- સુકામેવા ની દુકાનો-સ્ટેશનરી ની દુકાનો બુક સ્ટોર-બેકરી ની આઈટમ ના વિક્રેતા, પંચર ની દુકાન ઓટો ગેરેજ - પંખા રીપેરીંગ-એસી ની દુકાન અને ઇલેક્ટ્રિક ની દુકાન સહિતની દુકાનોને મંજૂરી આપવામ આવી છે આ મંજુરીમાં જે દુકાનદાર પાસે ગુમાસ્તાધારા નું લાઇસન્સ હશે તેને જ દુકાન ખોલવાની છૂટ આપી છે , તો રીક્ષા-પગરખાં-હાર્ડવેર અને અન્ય દુકાનોને તેમજ ફૂલ ની દુકાન ને છૂટ આપવામાં આવી નથી સાથે રેસ્ટોરન્ટ અને હોટેલ ને પણ મંજૂરી આપવામાં આવી નથી , તો સોની બજાર ને લઈને રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલ થી સોની બજાર ખુલી જશે અને જોકે ટ્રાવેલ્સ અને ટુર ઓપરેટર અને ખાનગી વાહનો બંધ જ રહેશે 

Related News