આફ્રિકન નાગરિકને રાજકોટનો અનરો અનુભવ

આંતરરાષ્ટ્રીય Publish Date : 06 September, 2020 01:35 AM

આફ્રિકન નાગરિકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવ્યો કોરોના ટેસ્ટ
*************
"કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે"
- આફ્રિકન નાગરિક પાયસ નયાઝી
*************
 
રાજકોટ તા.૪, સપ્ટેમ્બર :  "કોરોના મહામારીના સમયમાં રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે, અહીંયા આયોજન પૂર્વક કાર્યપ્રણાલીથી નક્કર કામગીરી કરવામાં આવે છે " આ શબ્દો છે આફ્રિકન નાગરિક પાયસ નયાઝીના...  જેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે આવ્યા હતા અને કોવિડ હોસ્પિટલના મેનેજમેન્ટ અને કાર્યપ્રણાલીથી સંતોષની લાગણી અનુભવી હતી.
        પાયસ નયાઝીએ પોતાના સીવીલ હોસ્પિટલના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે," મને શંકા હતી કે મને કોરોના છે, એટલે હું સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ માટે આવ્યો, હોસ્પિટલમાં અપાતી સેવાથી હું ખુબ ખુશ થયો છું, હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ સહિતનો સમગ્ર સ્ટાફ ખુબ જ મહેનતુ છે અને બધાને સહકાર આપે છે. બધા એફિશિયન્ટલી કાર્ય કરે છે તથા બધું કામ આયોજનબદ્ધતાથી કરવામાં આવી રહયું છે, અહીં મારો કેસ કઢાવ્યા બાદ થોડી જ મિનિટમાં મારો ટેસ્ટ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા પણ સરળ અને સહજ છે. સિવિલની આ કાર્યપ્રણાલીને હું બિરદાવું છું અને હું બધા ને કહું છું કે જો જરૂર જણાય તો અચૂક કોવિડ હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરાવો."
**********************

Related News