ભારતને ખુલ્લામાં શૌચમુક્ત કરવા મોદીએ કર્યું દેશના સરપંચોને આહવાન 

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 02 October, 2019

ભારતને ખુલ્લામાં શૌચમુક્ત કરવા મોદીએ કર્યું દેશના સરપંચોને આહવાન 

 

2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ અને આજેના દિવસે બાપુના સ્વછતાના આગ્રહને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુના અને પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં દેશભરમાંથી આવેલા સરપંચોને સંબોધીને દેશને એક વર્ષમાં ખુલ્લામાં શૌચ મુક્ત કરવા આહવાન કર્યું છે , દેશમાં ગંદકી દૂર થશે તો ખુશલી આવશે , દેશ ગંદકી મુક્ત બનશે તો બીમારી મુક્ત થશે , દેશની 80 ટકા વસ્તી આજે પણ ગામોમાં અને નાના નગરોમાં વસે છે જેને લઈને મોદીએ હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે , દેશની 80 ટકા આબાદીને જો સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચ મુક્તિ તરફ લઇ જવામાં આવે છે તો દેશ સ્વચ્છ બનવા સાથે સ્વસ્થ પણ બની શકે છે , આ વાતને લઈને આજનો દિવસ ખાસ પસંદ કરવામાં આવ્યો છે , આજે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, દેશભરમાંથી આવેલા સરપંચોને દેશને નવી જ સ્વચ્છતાની દિશામાં લઇ જવા માટે આહવાન કરીને કામે લાગી જવા જણાવ્યું હતું 

Related News