‘બેટી બચાવો- બેટી પઢાવો’ યોજના અન્વયે જિલ્લા ટાસ્ક ફોર્સ, અમદાવાદ દ્વારા “સવાયું સન્માન” કાર્યક્રમ યોજાશે

GUJARAT Publish Date : 14 October, 2020 12:03 PM

‘બેટી બચાવો- બેટી પઢાવો’ યોજના અન્વયે જિલ્લા ટાસ્ક ફોર્સ, અમદાવાદ દ્વારા “સવાયું સન્માન” કાર્યક્રમ યોજાશે

 અમદાવાદ 

‘બેટી બચાવો- બેટી પઢાવો’ યોજના અન્વયે બેટી બચાવો- બેટી પઢાવો સેલ, જિલ્લા ટાસ્ક ફોર્સ – જિલ્લા વહીવટી તંત્ર, અમદાવાદ દ્વારા આંગણવાડીની બહેનોને સન્માનવા માટે “સવાયું સન્માન” નામનો એક કાર્યક્રમ આવતીકાલે બપોરે ૩-૦૦ વાગ્યે ટાગોર હોલ ખાતે યોજાશે.

આ  કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહી આંગણવાડીની બહેનોને પ્રેરિત કરશે...‘બેટી બચાવો- બેટી પઢાવો’ યોજના અન્વયે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં જિલ્લા કક્ષાની પ્રથમ  ૧૦ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ, ફક્ત દીકરી સંતાન ધરાવતા દંપતિ, દીકરી સંતાન દત્તક લીધેલ દંપતિ અને બેટી બચાવો- બેટી પઢાવો યોજના અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરેલ આંગણવાડી કાર્યકર અને આશાવર્કર તેમજ ધોરણ-૫ માંથી ધોરણ- ૬ માંથી દીકરાઓનો ૧૦૦ ટકા નામાંકન કરેલ શાળાઓ, ધોરણ- ૮ માંથી ધોરણ- ૯ માં દીકરીઓનું ૧૦૦ ટકા નામાંકન કરેલ શાળાઓ, ધોરણ-૧૦ માંથી ધોરણ- ૧૧ માં દીકરીઓનું ૧૦૦ ટકા નામાંકન કરેલ શાળાઓ અને સ્કૂલ મોનિટરિંગ કમિટીનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ અને દંપતિઓ પોતાની સાફલ્યગાથા દ્વારા પ્રેરક સંદેશો રજૂ કરે તે પ્રકારના મોટીવેશનલ ટોકનું આયોજન કરવામાં આવેલ છે.

Related News