69 નોટ આઉટ : વડા પ્રધાન નરેન્દ્રમોદીનો આજે જ્ન્મ દિવસ : માં હીરાબા ના આશીર્વાદ

સમાચાર Publish Date : 17 September, 2019

પીએમ નરેન્દ્રમોદીનો આજે 69 મોં જન્મ દિવસ છે , આજથી 69 વર્ષ પહેલા  ગુજરાતના વડનગર ખાતે મોદી પરિવારમાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો , બાળપણમાં સંઘર્ષ અને પિતાની રેલવે સ્ટેશને આવેલી ચા ની કીટલીએ ચા વેંચવાના કામથી લઈને આજે દુનિયાના તાકાતવર નેતાઓની શ્રેણી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ લાંબી અને ઐતિહાસિક સફર કાપી છે , એક જીવંત દંત કથા સમાન નરેન્દ્ર મોદીનું જીવન રહ્યું છે , વડાપ્રધાન બન્યા પહેલા તેઓએ ગુજરાતમાં રેકોર્ડ સમાય સુધી મુખ્યમંત્રી તરીકે શાશનની ધુરા સાંભળી છે , તેઓએ જીવનના સંઘર્ષકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક થી લઈને ભાજપના સંગઠનને આગળ વધારવા સુધીની જવાબદારી નિભાવી છે , નરેન્દ્રભાઈના નામે અનેક રેકોર્ડ છે , જેમાં તેઓએ કરેલા કામો, વ્યક્તિગત રૂપથી આજ સુધી લાદેલી દરેક ચૂંટણી જીતવાનો રેકોર્ડ હોઈ કે પછી સતત બીજી વખત બહુમાટે સાથે કેન્દ્રમાં સરકાર બનાવવાનો રેકોર્ડ હોઈ તેઓની લોકચાહના સર્વોચ્ચ સ્તરે રહી છે  , નરેન્દ્રમોદી સામે અમેરિકાએ વિઝા આપવાના  કરેલા ઈન્કારનો વિવાદ હોઈ કે પછી વડાપ્રધાન બન્યા બાદ ઓબામા થી લઈને ડોનાલ્ડ ટ્રેમ્પ સુધીના નેતાઓ સાથેની અંગત મિત્રતા હોઈ નરેન્દ્રમોદી વિચક્ષણ પુરુષ તરીકેની ઓળખ હંમેશા દર્શાવતા રહ્યા છે , આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદી નમામિ નર્મદે દેવી મહોત્સવ સાથે માતા હીરાબા ના આશીર્વ યાદ મેળવીને જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે , ત્યારે કરોડો ચાહકો અને કાર્યકરોની વિશાળ ફોજ સાથે મોદી આજના સમયે ભારતના સર્વોચ્ચ લોકપ્રિય નેતા છે એ નિર્વિવાદ છે 

Related News