અમદાવાદ તરફની એસટીની બધી બસના રૂટ બંધ

GUJARAT Publish Date : 20 November, 2020 12:26 PM


અમદાવાદ તરફના રાજ્યભરના એસટી ના રૂટ કેન્સલ કરાયા 

રાજકોટ/જામનગર
રાજ્યભરમાંથી અમદાવાદ તરફ જાતિ એસટી બસ ના તમામ રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે , જામનગર ખાતે વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુએ આ અંગે તંત્રવાહકો સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લીધો છે , આ પહેલા અમદાવાદથી રાજ્યમાં જતી અને આવતી બસ સેવાને બપોરે ત્રણ વાગ્યા થી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રાજકોટ, જામનગર, ભાવનગર,જૂનાગઢ, અમરેલી,બનાસકાંઠા,વડોદરા,સુરત,મહેસાણા,ગાંધીનગર સહિતના જિલ્લા અને મહત્વના શહેરોથી આવતી અને જતી બસ સેવાને આગામી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે 
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અમદાવાદ રાત્રી કર્ફ્યુ ને લઈને રાજકોટ થી અમદાવાદ જતી એસટી બસ સેવા બપોરે ત્રણ વાગ્યા બાદ થી બંધ રહેશે , સાથે જ અમદાવાદથી આવતી તમામ બસ સોમવાર સુધી બંધ રહેવાની છે, કોરોના ના વધતા કેસને લઈને અમદાવાદમાં લાગુ થઇ રહેલા કર્ફ્યુને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે સોમવાર સુધી રાજકોટથી અમદાવાદ જતી બસ સેવાને બંધ કરવા આવી છે જોકે આ નિર્ણયથી મેડિકલ કે અન્ય કારણોસર રાજકોટ આવેલા કે અમદાવાદ રહેલા લોકોને ખાસ્સી મુશ્કેલી પડશે ખાસ તો જે લોકોએ ટિકિટનું ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે, તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે 

Related News