અનલોક 4 ની નવી ગાઇડલાઇન સામે આવી : દુકાનો-હોટેલ-રેસ્ટોરાંને મોટી રાહત : બાગ બગીચા ખોલવાની છૂટ 

એડિટર પોઇન્ટ Publish Date : 01 September, 2020 01:26 AM

અનલોક 4 ની નવી ગાઇડલાઇન સામે આવી : દુકાનો-હોટેલ-રેસ્ટોરાંને મોટી રાહત : બાગ બગીચા ખોલવાની છૂટ 
 
અનલોક 4 ની નવી ગાઇડલાઇન સામે આવી 
બાગ બગીચા ખુલવાની છૂટ આપવામાં આવી 
દુકાનો હવે સમયમર્યાદા વગર ખુલી રહેશે 

અનલોક 4 ને લઈને નવી ગાઇડલાઇન સામે આવી છે , રાજ્યસરકાર ના ગૃહ વિભાગે બહાર પડેલી માર્ગદર્શિકા મુજબ દુકાનો હવે 24 કલાક ખુલી રાખી શકશે , તો 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ અને કોલેજ બંધ રહેશે , જયારે રેસ્ટોરન્ટ અને હોટેલ હવે રાત્રીના 11 કલાક સુધી ખુલી રાખવા માટે છૂટ આપવામાં આવી છે , રાજ્ય સરકારે આ પહેલા દુકાનો ને રાત્રીના 9 વાગ્યા સુધી અને હોટેલ અને રેસ્ટોરન્ટ ને રાત્રીના 10 સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી હતી , તો હવે ગાર્ડન અને બગીચા પણ ખોલવા માટે ખાસ મંજૂરી આપી છે ધાર્મિક સ્થળ પણ ખુલ્લા રાખવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે તો લાઈબ્રેરી 60 ટકા હાજરી સાથે શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે આમ અનલોક 4 ને લઈને નવા માર્ગદર્શન સાથે દેશ હવે ધીમે ધીમે ખુલી રાખ્યો છે સૌથી મોટી રાહત દુકાનદારો ને થઇ છે અને હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને થઇ છે ખાસ તો તેઓ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે જેથી તેઓને ધંધા અને રોજગાર માટે સમયની મર્યાદા દૂર કરી નખવામાં આવતા મોટી રાહત પહોંચી છે જેને લઈને મોટા સમાચાર કહી શકાય છે 


 

Related News