સીંગતેલના ભાવમાં સતત વધારો : ડબ્બો પહોંચ્યો 2200 ને પાર 

RAJKOT-NEWS Publish Date : 15 October, 2020 12:50 PM

સીંગતેલના ભાવમાં સતત વધારો : ડબ્બો પહોંચ્યો 2200 ને પાર 

ગુજરાતમાં નવી મગફળીની સીઝન આવી છે ત્યારે તહેવાર ઉપર જ સીંગતેલના ભાવમાં વધારો થયો છે , ખાદ્યતેલના માર્કેટમાં નવરાત્રી અને દિવાળીના તહેવારમાં સામાન્ય રૂપથી તેલના ભાવ જાળવતા હોઈ છે પરંતુ આ વર્ષે સીંગતેલ સહિતના ખાદ્યતેલ ના ભાવમાં સતત વધારો અને તેજી જોવા મળી છે , સીંગતેલનો ડબ્બો આ વર્ષે 2000 થી 2400 વચ્ચે જ રહ્યો છે , તો છેલ્લા એક સપ્તાહથી તેલના ભાવમાં સતત ધીમી ધારે વધારાને પગલે ડબ્બો 2200 ને પાર પહોંચ્યો છે , સીંગતેલ ઉપરાંત કપાસિયા અને અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો યથાવત જોવા મળી રહ્યો છે સીંગતેલના ભાવ હાલ વધીને ટ્રેન્ડ કરી રહયા છે સાથે સાથે ટેકાના ભાવે મગફળીનો ભાવ પણ વધ્યો છે ત્યારે જરૂરિયાત અને ઉત્પાદન નો અંદાજ લગાવીને બજાર નિષ્ણાંતો સીંગતેલના હાલ ભાવ 2000 થી નીચે નહિ જાય તેવો અંદાજ વ્યક્ત કરી રહયા છે , ભાવ જાળવી રાખવા માટે બજારની માંગ અને ઉત્પાદન નું ચક્ર જાળવી રાખવા માટે વેપારી આલમ કાર્યરત હોવાનું સૂત્રો જણાવે છે 

Related News