પ્રભાસની ફિલ્મ સાહોએ ફસ્ટ ડે રિલીઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા : 68 કરોડની કમાણી કરી 

મનોરંજન Publish Date : 01 September, 2019

પ્રભાસની ફિલ્મ સાહોએ ફસ્ટ ડે રિલીઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા : 68 કરોડની કમાણી કરી 

મુંબઈ 

બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોએ ફસ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે , સાહોએ પહેલા દિવસે 68 કરોડની રેકોર્ડ કમાણી કરી છે , સાહો પ્રભાસ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી મસાલા એક્શન ફિલ્મ છે જે હિન્દી સહીત દક્ષિણની ભાષામાં તૈયાર થઇ છે , અંદાજિત 350 કરોડની રકમના ખર્ચ થી તૈયાર થયેલી ફિલ્મને લઈને લાંબા સમયથી ઉત્સુકતા હતી , ફિલ્મ સાહોમાં ધમાકેદાર એક્શન સ્ટન્ટ સીન અને ફિલ્મની મસાલા સ્ટોરીને લઈને ફિલ્મ જોવા માટે લોકો થિયેટર અને મલ્ટીપ્લેક્સ ઉપર ભીડ લગાવી રહ્યા છે ,

Related News