રાજકોટમાં કોરોનાના કેટલા દર્દી ? જંગલેશ્વરમાં સર્વે,ડોક્ટરથી લઈને મક્કાથી આવેલા વ્યક્તિના પરિજનો ઓબ્જર્વેશનમાં 

WHATS NEW Publish Date : 19 March, 2020

રાજકોટમાં કોરોનાના કેટલા દર્દી ? જંગલેશ્વરમાં સર્વે,ડોક્ટરથી લઈને મક્કાથી આવેલા વ્યક્તિના પરિજનો ઓબ્જર્વેશનમાં 

 

રાજકોટ 

કોરોના ને લઈને દેશભરમાં ભયનો માહોલ તો છે જ પરંતુ રાજકોટમાં પણ કોરોના ને લઈને લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે ગુજરાતમાં કોરોના નો એક પણ દર્દી નોંધાયો નથી પરંતુ વિદેશથી આવેલા લોકોએ સ્થાનિકોમાં અને તેની આસપાસ અને પાડોશીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે , રાજકોટના જંગલેશ્વર માં મક્કાથી આવેલા એક હજયાત્રીએ આવું જ ભય ઉભો કરતા તંત્ર દોડતું થયું છે , જંગલેશ્વરમાં મક્કાથી આવેલા વિદેશયાત્રી ને તાવ ની ફરિયાદ હતી જેને લઈને તેને સ્થાનિક તબીબ નો સંપર્ક કરીને સારવાર કરાવી હતી જોકે આ વાત આગ ની જેમ ફેલાતા તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર તંત્ર અને મહાપાલિકાનું તંત્ર દોડી આવ્યું હતું અને જંગલેશ્વરના હજયાત્રી ના સમગ્ર પરિજનો ને રાજકોટના પથિકાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓબ્જર્વેશન હોમમાં રાખવાં આવ્યા છે તો હજયાત્રી ની સારવાર કરનાર ડોક્ટર અને આડોશપાડોશનાં વ્યક્તિ ઓની તપાસ કરીને શંકાસ્પદ લગતા 50 થી વધુ લોકોને ઓબ્જર્વેશનમાં રાખ્યા નું ખૂલવામાં પામ્યું છે તો જાહેર સ્થળ જેવા કે રેસકોર્સ અને લવ ગાર્ડન તેમજ સ્વિમિંગ પુલ સાતે ફનવર્લ્ડ અને ગાંધી મ્યુઝિયમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે પહેલા થી સ્કૂલ અને કોલેજ તો બંધ જ છે સાથે સાથે હવે મોલને બંધ કરવાનો વિચાર પણ રાખવામાં આવ્યો છે 

Related News