ગુજરાતમાં કોરોનાના 13 દર્દી નોંધાયા : 12 વિદેશી એક ગુજરાતીને કોરોના 

top news Publish Date : 21 March, 2020

ગુજરાતમાં કોરોનાના 13 દર્દી નોંધાયા : 12 વિદેશી એક ગુજરાતીને કોરોના 

 

અમદાવાદ 

કોરોના હવે ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે , ગુજરાતમાં બે દિવસ પહેલા માત્ર બે કેસ નોંધાયા હતા જેમાં એક દર્દી રાજકોટનો અને એક સુરત ના દર્દીને કોરોના હોવાની પુષ્ટિ થઇ હતી જોકે હવે કોરોના નો પંજો વિસ્તરી રહ્યો છે , અમદાવાદ,ગાંધીનગર અને વડોદરા ખાતે કોરોના ના કેસ નોંધાતા આજે આંકડો 13 સુધી પહોંચ્યો છે , કોરોના ગુજરાતમાં પહેલા અને બીજા સ્ટેજ ઉપર હોઈ તેવું લાગી રહ્યું છે કોરોના ત્રીજા અને ચોથા સ્ટેજમાં ભારે તબાહી મચાવે છે ગુજરાતમાં ગત ગુરુવાર સુધી એક પણ કેસ નોંધાયેલ ન હતો જોકે રાજકોટ અને સુરતના દર્દીઓના કેસ નોંધાયા બાદ આંકડો રોકેટ ગતિએ વધી રહ્યો છે ત્યારે કોરોના અંગે રાજ્ય સરકાર હવે યુદ્ધના ધોરણે ધંધે લાગી છે , રાજકોટમાં કોરોનાગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે તો કોરોના ના દર્દીના તમામ સગાઓને સલામત રીતે હોમ કોન્વન્ટાઇન કરવામાં આવ્યા છે 

Related News